તસુ તસુ કરતાં
શું નામ?
ખાતો પીતો ને વેળાએ ભૂખ્યો.
કામકાજ?
નજર ઝનૂન અને ભાલોડીભેર સરકવું
વનવગડા વીંધવા.
જીવાઈ?
દનનો દાણો ને રાતનો પહાણો
દેશ?
ડુંગરા.
પગદંડી ન હતી
મહેનત મળતરનાં પલ્લાં રચાયાં ન હતાં
ધણીબૈયર બાધા રાખતાં
વેલો વધારવા
ડુંગર અગ્નિએ નવાડતાં
દેવના કાળજે જઇ અડતો દવ
ભોગ ભેગો હરો પીવાતો
એ વેળાની વાત છે
પછી પલ્લાં રચાયાં
કુહાડીમાં હાથા પેઠા
વેઠ આવી
વાયરા ને વગડા વઢાયા
ગયાં જડમૂળ પાટ ને ખેડ
કામઠી ગઈ ધનુષ આવ્યું
ધકોડો ગયો ને તીર લાગ્યું
જનવનના ઠરાવ તૂટ્યા
તળાવ ફૂટ્યાં
તસુતસુ કરતાં જીવાઇ,નામ,દેશ ને કામ ગયાં
Name?
Bolting and bringing and periodically ravenous.
Occupation?
Spotting savagery and slithering like a spike
to splash through the woods.
Stipend?
Dabs for the day and a slab for the night.
Homeland?
Hills.
There was no trail.
The pans for toil and wages were not forged
for raising the offspring.
The spouse and mate would observe the vows
to douse the mountain with fire.
The fire would graze god’s heart
when liquor was swigged with the libation.
This tale goes back to that time.
Later the scales were shaped
and the shaft went into the hatchet.
The bondage arrived,
the winds and woods were sheared,
lost were the roots,
flat lands
and the fields,
meadows,
hills,
waters,
rocks
all disappeared,
arch replaced the bow
metal replaced the sharp wood of the arrow,
accords of men and forests were snapped.
The lakes burst,
the livelihoods,
names,
homelands
and labour
vanished
inch by inch.
Translated by Dileep Jhaveri.
0 Comments